તાઉ-તે વાવાઝોડાની અસર સુરત શહેર જિલ્લામાં પણ થઈ હતી. સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં 600થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. દરમિયાન રાત્રે પણ વધુ 13 વૃક્ષો પડતા ફાયર વિભાગ દોડતું રહ્યું હતું.તમામ ઝોન વિસ્તારમાં ઝાડ પડવાના બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા રોડ રસ્તા બ્લોકેજ હોય, ઝાડ કાપી રસ્તા સાઈડ પર કરી રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવેલ છે તથા દબાયેલ વાહનોને પણ બહાર કાઢવામાં આવેલ છે. આ સાથે સુરતથી મોકલવામાં આવેલી ફાયર વિભાગની ટીમ રાત્રે ભાવનગર પહોંચી હતી અને વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહ્યા છે.