અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્રની ધરા પર ટાઉતે વાવાઝોડાની આફતે ગીરસોમનાથ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. તાઉટે વાવાઝોડુ દીવના દરિયાકિનારે વણાકબારા પાસે ટકરાયું હતું. વાવાઝોડાના પગલે 170 કીમીથી વધારે ઝડપે ફુંકાયેલા પવનથી ઉના સહિતના શહેરોમાં કાચા મકાનો અને દુકાનોના પતરા અને વીજથાંભલાઓ તેમજ વૃક્ષો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ગયાં હતાં.ગીર સોમનાથ જિલ્લામાં તબાહી જોતાં કચ્છમાં આવેલા ભુકંપની યાદો તાજી થઇ રહી છે. ઉના તેમજ જિલ્લાના અન્ય સ્થળોએ વાવાઝોડાની વિનાશકતાના ભયાવહ દ્રશ્યો જોવા મળી રહયાં છે.