વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને આંશિક લોકડાઉન વધારવામાં આવ્યું છે. જેને કારણે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના અન્ય રોજગાર ધંધા ધરાવતા વેપારીઓ તથા દુકાનદારોની આર્થિક પરિસ્થિતિ કથળી બની છે. જેને લઇને છાણી વિસ્તારમાં છાણી પાણીની ટાંકી પાસે વેપારીઓ તથા દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને માંગ કરી હતી કે તેઓને પણ થોડા સમય માટે રોજગાર ધંધા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. જેથી તેઓને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને તેઓ પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે.