ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.ત્યારે કોરોનાથી બચવા માટે રસીકરણ જરૂરી છે. સરકારે 18થી ઉપરના તમામ લોકો માટે રસીકરણની પ્રકિયા કરી રહી છે. ભારત બાયોટેકની રસીને લઈને 2થી 18 બાળકોને અભિયાન શરૂ કર્યું છે.
કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જો કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે રસીકરણ એક રસ્તો સાબિત થઈ શકે છે. જેને લઈને SEC ભારત બાયોટેકની રસીને 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેકે 2થી 18 વર્ષના બાળકો પર રસીની ટ્રાયલ માટે મંજૂરીની માંગ કરી હતી.
તેમણે કોવેક્સીન રસીની 2 વર્ષથી 18 વર્ષના બાળકોમાં સુરક્ષા અને રોગ પ્રતિકારક શકિતી વધારવા સહિત અન્ય પરિબળો માટે મજૂરી કરી ભલામણ કરી હતી. ભારતમાં હાલ જે બે રસીનો ઉપયોગ 18 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને થઈ રહ્યો છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનનો હાલ ઉપયોગ થઈ રહ્યો છે.
ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજ્યોએ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા માટે કામ શરૂ કરી લીધું છે.