ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ ની જેમ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન અમદાવાદ માં શરૂ

રાજય માં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં યુવાવર્ગમાં રસીકરણ માટે એક ઉત્સાહ જોવા મળે છે. અમદાવાદમાં સિટી માં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયું છે. એએમસી દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન નું આયોજન કરાયું છે. તો રસીકરણ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે સવારથી લોકો રસી લેવા માટે લાઈનમાં આવીને ઊભા રહ્યા છે ઘણા લોકો વહેલી સવારે વેક્સિન કેમ્પ ચાલુ થયો એ પહેલાં જ લાઈનમાં આવીને ઉભા રહ્યા છે. જેમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણનું આયોજન કરાયું છે. લોકોમાં વેક્સીન લેવા માટે જાગૃતિ આવી છે. નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 નો વેક્સીનેશનનું આયોજન કરાયું છે. વેક્સીનેશન શરૂ થાય એ પહેલાં જ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. જેમાં વેક્સીન લીધા બાદ તબીબી ટીમ સાથે ઓબ્ઝર્વેશન માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *