ગુજરાતના પ્રથમ હરોળના સિનિયર ધારાશાસ્ત્રી તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન નિરંજન શાંતિલાલ દફતરી કોરોનાની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર 10 દિવસ બિમારી દરમ્યાન 79 વર્ષની વયે ગઇકાલે રાજકોટમાં અવસાન થયેલ છે. તેમના નિધનથી ગુજરાતના વકીલ આલમમાં શોકની લાગણી છવાઇ ગઈ છે.
સ્વ.દફ્તરી એ પોતાની વકીલાત ની કારકિર્દી ની શરૂઆત રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇકોર્ટ સમય ના એડવોકેટ જનરલ સ્વ. ચિમનલાલ નાગરદાસ શાહ અને રાજકોટ ના પૂર્વ જિલ્લા સરકારી વકીલ(ઉૠઙ) શ્રી મનુભાઈ શાહ પાસે કરેલી હતી. રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામથકોમાં અને અન્ય તાલુકા મથકોની કોર્ટમાં સેસન્સ કોર્ટો માં ખૂનકેસોમાં મોટેભાગે તહોમતદાર વતી અનેક કેસોમાં ઉપસ્થિત રહી સફળતાપૂર્વક કાયદાકીય અને હકીકતોને ધ્યાનમાં લઈને નિર્દોષોને છોડાવેલ છે.