દિલ્હી : જયપુર ગોલ્ડન હૉસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા 20નાં મોત, 200 લોકોનો જીવ ખતરામાં

દિલ્હીના રોહિણીમાં આવેલી જયપુર ગોલ્ડલ હૉસ્પિટલમાં હાલ ઓક્સિજનનો ખૂબ ઓછો જથ્થો બચ્યો છે. મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર દીપ બલુજાના કહેવા પ્રમાણે હૉસ્પિટલમાં 200 દર્દી છે જેમાંથી 80 ઓક્સિજન સપોર્ટ પર છે અને 35 આઈસીયુમાં છે.

ગત રાત્રે ઓક્સિજનની ઘટના કારણે ગંભીર રીતે બીમાર 20 દર્દીઓનાં મૃત્યુ થઈ ગયાં. હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે જાણકારી આપતાં કહ્યું છે કે તે ઓક્સિજનની રાહ જોઈ રહ્યા છીએ અને કોરોનાના 215 દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન જરૂરિયાત છે.

મૃત્યુ પામનારા મોટા ભાગના કોરોના વાઇરસના દર્દી હતા જે હૉસ્પિટલના ક્રિટિકલ કેસ હતા. તમામ 20 દર્દીઓનાં મૃત્યુ ઓક્સિજન પ્રેશર લો ના કારણે થયાં કારણ કે હૉસ્પિટલની પાસે ઑક્સિજન પૂર્ણ થઈ ગયો હતો.

હૉસ્પિટલે પોતાના ટ્વિટર હેન્ડલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પીએમઓ, મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધન, આરોગ્ય મંત્રાલય અને દિલ્હીના ઉપરાજ્યપાલને ટેગ કરીને એસઓએસ એલર્ટ જાહેર કર્યો છે અને તાત્કાલિક મદદ મળે તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *