US, UK અને કેનેડાનું વન-વે ભાડું 35થી 45 હજાર છે છતાં એર ઈન્ડિયા 1થી 1.50 લાખ મુસાફરો સાથે વસૂલે છે

કોરોનાને કારણએ દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ કરાયું છે. આ પરિસ્થિતિમાં જરૂરી કામથી, કોઈ પ્રસંગે કે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે સરકાર વંદે ભારત મિશન અને એર બબલ કરાર હેઠળ વિશેષ ફ્લાઈટોનું સંચાલન કરી રહી છે. સરકારે એર ઇન્ડિયાને જ મંજૂરી આપી છે. એર ઇન્ડિયા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી લૂંટ ચલાવી રહી છે.
અમદાવાદથી યુએસએ, યુકે અને કેનેડાના શહેરો માટે વનવેનું ભાડું 35થી 45 હજાર છે જેની સામે એર ઇન્ડિયા હાલમાં 1 થી દોઢ લાખ ભાડું વસૂલ કરે છે.ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ હોવાથી લોકો પાસે એર ઈન્ડિયા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ત્રણ ગણો ચાર્જ વસૂલ કરે છે.
કોઈ કારણસર જો પેસેન્જર મુસાફરીની તારીખ બદલાવે તો પણ તેમની પાસેથી 35 હજારથી લઈ 65 હજાર એક્સ્ટ્રા ચાર્જ તેમજ ફેર ડિફરન્સ મળી 80 હજારથી લઈ એક લાખ સુધી વધારાના રૂપિયા છે. સરકાર વહેલી તકે યોગ્ય નિર્ણય લે તે માટે ટ્રાવેલ એજન્ટો દ્વારા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તેમજ પીએમઓને ફરિયાદ કરાઈ છે. એર ઇન્ડિયાના અધિકારીઓએ પોતાની પોલ ખુલ્લી ના જાય માટે તેઓ લોકોને લૂટી શકે તે માટે ટ્રાવેલ એજન્ટોનો ટિકિટ બુકિંગનો અધિકાર પણ બંધ કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *