રામવાડી કેન્દ્રથી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી ટિફિન સાથે આયુર્વેદિક ઔષધી અપાયા છે. ભાવનગર શિશુવિહાર સંચાલિત સંસ્થા સુશીલાબેન રમણીકભાઈ મહેતા આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે કોરોના ગ્રસ્ત પરિવારના ઘરે કપૂર, અજમા, લવિંગ અને તજ પાવડરની પોટલીઓ બનાવી આપવામાં આવી રહી છે.
પ્રાકૃતિક રીતે ઓક્સિજન લેવલ જળવાઈ રહે માટે સંસ્થા આ કાર્ય કરી રહી છે. જેમાં રામવાડી કેન્દ્રથી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચતા ટિફિન સાથે આયુર્વેદિક ઔષધી પાવડરની 1000 પોટલી પહોંચાડવામાં આવી રહી છે. જેમાં દર્દી ઊંડા શ્વાસથી ગ્રહણ કરતા શ્વસન તંત્રને જંતુ રહિત કરવામાં મદદરૂપ બની રહેશે. લોકોના સ્વાસ્થ્ય સુધરે અને વાઈરસ સામે રક્ષણ માટે બનાવવામાં આવી રહી છે.