મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. આ સ્થિતિને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં પહેલાં લોકડાઉનની સમકક્ષ છે. મહારાષ્ટ્રમાં 1લી મે સુધી આ નિયંત્રણો લાગુ રહેશે.
• સરકારી કાર્યાલયોમાં ફક્ત 15 ટકા કર્મચારી જ હાજર રહી શકે છે.
• લગ્નપ્રસંગમાં ફક્ત 25 લોકો જ ભાગ લઈ શકશે અને પ્રસંગ ફક્ત બે કલાકનો જ રહેશે.
• સરકારી બસ 50 ટકાની કેપેસિટી પર ચાલશે.
• મહારાષ્ટ્રમાં હવે કારણ વગર એક જિલ્લાથી અન્ય જિલ્લામાં અવરજવર કરવા સામે કાર્યવાહી કરવામાં આવશે.
• યાત્રા કરવા માટે સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (LDA) પાસેથી મંજૂરી લેવી પડશે.
• લોકલ ટ્રેનથી યાત્રા કરવા માટે કારણ દર્શાવવું પડશે. સાથે મેડિકલ ઈમર્જન્સીમાં તેમના ડોક્યુમેન્ટ દેખાડીને જ ટિકિટ મળશે.
• નિયમનું ઉલ્લંઘન કરનારને રૂપિયા 50 હજાર દંડ થશે.
રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 568 લોકોનાં મોત થયાં છે, જ્યારે 67,468 નવા દર્દી મળ્યા છે. રાજ્યમાં એક દિવસમાં મોતના સૌથી મોટો આંકડો છે.