આજે પૃથ્વી દિવસ: “પૃથ્વી ” પર વાયરસ હજુ પણ વિનાશ વેરશે ??

દુનિયાભરમાં વર્ષમાં એક દિવસ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. 22 એપ્રિલ જ ‘વર્લ્ડ અર્થ ડે’ ના રૂપમાં ઉજવવામાં આવે છે. આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈ કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે જ થોડુ ઘણુ પ્રદૂષણની વિકટ સમસ્યામાંથી પૃથ્વીને બચાવવાના સંદેશ સાથે આ દિવસે લોકોમાં જાગૃતા લાવવા પ્રયાસ કરાય છે. પરંતુ હાલ પરિસ્થિતિ એટલી વિકરાળ છે કે માનવજીવ નહીં સમજે તો આપણી પૃથ્વીનો વિનાશ થતા વાર નહિ લાગે. વાતાવરણમાં 3 લાખ અબજ વાયરસ રહેલા છે. પરંતુ ઘણાં વાયરસ આપણને માટે હાનિકારક હોતા નથી તો ઘણાં વાયરસ જીવલેણ સાબિત થાય છે આવું જ કોરોના વાયરસએ સાબિત કર્યું છે.

વિશ્વભરના દેશોમાં ટચુકડા એવા વાયરસએ ભરડો ફેલાવી દીધો છે. ઠેર ઠેર પ્રાણવાયુ ઘટતા દર્દીઓ મોતના મુખે ધકેલાઈ રહ્યા છે. જો માનવ જાગૃત થઈ પર્યાવરણને તંદુરસ્ત રાખવાના પ્રયાસમાં નહીં જોડાય તો કોરોના શું આવનારા સમયમાં આવા ઘણા વાયરસ માનવ જીવન પર જીવલેણ બની ત્રાટકશે. માત્ર માનવ જીવન નહીં પરંતુ પૃથ્વી પર પણ વાયરસ હજુ વિનાશ વેરી દેસે. પાછલા થોડા દિવસોથી જ જે પરિસ્થિતિ કોરોનાની ઉભી થઈ છે. તેનું તો વર્ણન કરવું પણ મુશ્કેલ છે. માટે આપણે પર્યાવરણ ને બચાવું જોઈએ. અને વ્રુક્ષનું જતન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *