દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસ સતત વધી રહ્યા છે. અને મોતના આંકડા પણ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ પણ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે શું કરવુતે જાણવું આવશ્યક છે. કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે વેક્સિન મોટો હથિયાર માનવામાં આવે છે. ભારતમાં પણ 1 મે થી, 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, રસીને લઈને લોકોનાં મનમાં હજી પણ ઘણા સવાલો છે. જો રસી લેતા પહેલા કોરોનાનાં લક્ષણો જોવા મળે તો શું કરવું? અથવા જો રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો શું કરવું? યુનાઇટેડ સ્ટેટ્સમાં જ્હોન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીનાં સંક્રમણ રોગનાં નિષ્ણાંત ડો.અમેશ અદલજાએ કહ્યું, ‘જો તમને કોવિડ-19 હોય અથવા તેના લક્ષણો દેખાય તો રસી એ ટાઇમએ ના લેવી જોઇએ. કોવીડ-19 દર્દીઓની સંપૂર્ણ રિકવરી થાય પછી જ રસી લો.
જો તમને બે ડોઝ વચ્ચે સંક્રમણ થયુ હોય તો શું કરવું ?
ઘણા લોકો રસીનો એક ડોઝ લીધા પછી પણ સંક્રમિત થઇ જાય છે. આવી સ્થિતિમાં, બીજા ડોઝની તારીખ 3-4 અઠવાડિયા માટે વધારી દેવી જોઈએ. આવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડોઝ વિશેની સલાહનું પાલન કરવું જોઈએ. એકદમ સ્વસ્થ થયા પછી જ બીજો ડોઝ લેવો જોઈએ. જેને કારણે શરીરમાં એન્ટિબોડીઝ મજબૂત બને છે અને લાંબા સમય સુધી રહે છે.