દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકો, બોલીવૂડ સ્ટાર્સથી મોટા-મોટા નેતા આ જીવલેણ વાયસરની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ વિશે માહિતી તેઓએ ટ્વીટ કરીને આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘હળવા લક્ષણો દેખાયા પછી મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.’ આ સાથે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષે તાજેતરમાં જ તેમના સંપર્કમાં આવેલા લોકોને કહ્યું છે કે તેઓ સલામત રહે અને સલામતીને લગતા તમામ નિયમોનું પાલન કરે. રાહુલ ગાંધીના કોરોનો પોઝિટિવ બાદ તેમની માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે કહ્યું કે, અમે બધા તમને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. આ સંકટ સમયે દેશને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. દેશ તેના નેતાની રાહ જોઇ રહ્યો છે. ”Get Well Soon Bhaiya”. બીજા સોમવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.