દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન, કામદારોને રાજ્ય ના છોડવાની અપીલ કરી.

કોરોના વાયરસના વધતા જતા જોખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે. આ દરમિયાન એ જ નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે જે કર્ફ્યૂ દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતા. કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં લોકડાઉન કરવું ખુબ જ જરૂરી છે. દિલ્હીમાં દરરોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે, દિલ્હીમાં બેડની ભારે અછત, દવાઓ ઉપલધ્ધનથી, ઓકિસજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે તેમ નથી, તેથી લોકડાઉન કરવું ખુબ જ જરૂરી છે. દિલ્હી સરકારે કોઈનો પણ મોતનો આંકડો કોઈથી છુપાવ્યો નથી. કોરોના સામેની આ લડતમાં જનતાની મદદ જરૂરી છે. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. તેથી દિલ્હીમાં હવે આ કડક નિર્ણય લેવો પડશે. કામદારોને દિલ્હી ના છોડવા માટે અપીલ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *