સમગ્ર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, પરંતુ ગુજરાતના ટાપુ શિયાળ બેટમાં હજી સુધી નથી નોંધાયો કોરોનાનો એકપણ કેસ.

શીયાળબેટ (તા. જાફરાબાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલ એક ટાપુ છે. તે તેના નૈસર્ગિક, પ્રા‍ચીન અને ઘાર્મિક સ્થતળો માટે ઘણો જાણીતો છે.
એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના કહેર રોજ વધી રહ્યો છે. ગુજરાતમાં એવાં ઘણાં ગામો છે જે સ્વયં શિસ્ત અને સાવચેતી દાખવી રહ્યાં છે, જેને કારણે ત્યાં કોરોનાના કેસો ઓછા કે એક પણ નથી. અમેરલીના શિયાળબેટમાં અત્યારસુધીમાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી અને વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. છેલ્લા 1 વર્ષથી કોરોનામુક્ત ગામ છે. ગામમાં 6 હજાર વસતિ છે અને માછીમારી સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે. રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ કેબલ મારફત વીજળી પહોંચાડી અને ત્યાર બાદ નર્મદાનું મીઠું પાણી પણ પહોંચાડાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવે છે અને વેક્સિનેશન કેમ્પ પણ સતત ચાલી રહ્યા છે.શિયાળ બેટમાં કોઇપણ વ્યક્તિને જવું હોય તો પીપાવાવ જેટી નજીકથી ખાનગી બોટ મારફત શિયાળ બેટ ગામમાં પહોંચી શકાય છે ગામના લોકો બિનજરૂરી બહાર આવતા જતા નથી. શિયાળ બેટના સરપંચ હમીરભાઈ શિયાળે જણાવ્યું હતું કે હજુ સુધી એકપણ કેસ નથી, જ્યારથી કોરોનાનો કહેર ચાલુ થયો છે ત્યારથી અમારા ગામમાં કોઇને કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી. વેક્સિનની કામગીરી ચાલુ છે. સ્થાનિક લોકો સ્વયં શિસ્ત અને સાવચેતી જાળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *