ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કોરોનાની જાગૃતિ લાવવા રોડ પર પેઇન્ટિંગ દોરાયા. STAY AT HOME, મેં માસ્ક કા પ્રયોગ કરતા હું, સ્ટે હોમ જેવા સ્લોગનથી પેઇન્ટિંગ દોરવામાં આવ્યા. કોરોના વાયરસની મહામારીએ ગંભીર રૂદ્ધ સ્વરૂપ લીધું છે. હજુ પણ ક્યાંક લોકો બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે અને નિયમોનો ભંગ થઈ રહ્યાં છે. જેથી પોલીસ દ્વારા યુનિવર્સિટી રોડ પર અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને નિયમોનું પાલન કરતા થાય. યુનિવર્સિટી પાસે મોટા ભાગે યંગસ્ટર આવતા હોવાથી આ રોડ પર પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા માસ્ક નો દંડ પણ લેવામાં આવે છે. પોલીસ દ્વારા માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે યુનિવર્સિટી પોલીસ દ્વારા પેઇન્ટિંગ દોરીને નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી સ્થિતિ અતિ ગંભીર છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો લગભગ ફૂલ થઈ ગઈ છે. જ્યારે અનેક દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.