શહેરના પૂર્વ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં માસ્કનો 8.98 કરોડ રૂપિયાનો દંડ પોલિસએ વસૂલ્યો. રાજ્યમાં કોરોના મહામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વધતા જતા કેસને ધ્યાનમાં લઈને રાજ્યના પોલીસ વડાએ માસ્ક નહીં પહેરનાર સામે કડક પગલાં લેવાનો આદેશ કર્યો છે. ત્યારે અમદાવાદમાં પોલીસે માસ્ક વિના બહાર નિકળતા 3275 લોકો પાસેથી 32.75 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. કોરોના કાળથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસે 27 કરોડથી વધુ રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે. રાજ્યમાં કોરોનાની શરુઆતથી અત્યાર સુધીમાં પોલીસે 150 કરોડથી વધુ રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે. માર્ચ મહિનાથી દેશમાં કોરોનાને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કરેલ હતું. આ સમય દરમિયાન પોલીસે લોકો પાસેથી કરોડો રૂપિયામાં માસ્કનો દંડ વસૂલ્યો હતો. જ્યારે 20 હજારથી વધુ લોકોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી છે. પોલીસકર્મી માસ્ક વિના દેખાશે તો તેની સામે પગલા લેવામાં આવશે. અને ચુસ્તપણે કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.