મુંબઈમાં એન્ટિલિયા કેસમાં મનસુખ હિરેન હત્યા કેસ મામલે ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે.વાત એમ છે કે,મુંબઈ પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ધોરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે મનસુખની હત્યા પહેલા તેણે ૫ સિમકાર્ડ અલગ-અલગ નામેથી અમદાવાદમાંથી ખરીદ્યા હતા અને આ ૫ સીમકાર્ડ તેણે પોલીસ ઈન્સપેક્ટર સચિન વાજેના કહેવા પર ખરીદ્યા હતા જેમાં થી ખુદ સચિન વાજે એક સીમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા. મુંબઈ એટીએસની એક ટીમ અમદાવાદ પહોંચી છે અને જે ૫ વ્યક્તિઓના નામ પર અમદાવાદમાંથી જે સીમ કાર્ડ ખરીદવામાં આવ્યા હતા, તે વ્યક્તિ કોણ છે? તેનો નરેશ ઘોરે સાથે શું સંબંધ છે? સીમ કાર્ડ એક્ટિવ કરતા પહેલા દુકાનદારે ૫ વ્યક્તીઓના નામથી આ ખરીદાયા હતા ત્યારે સીમ કાર્ડ વેચનાર દુકાનદારે પુરાવા લીધા હતા કે નહી ? તેની તપાસ કરવામાં આવી રહી છે.