આજે સવારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જીલ્લામાં મનિહાલ ગામમાં છુપાયેલા લશ્કર-એ-તૈયબાના ૪ આતંકીઓને ઠાર કર્યા હતા.પ્રાપ્ત થતી માહિતી અનુસાર આતંકીઓની હાજરીની બાતમી મળ્યા બાદ પોલીસની એસઓજી, સેનાની ૩૪ આરઆર અને સીઆરપીએફની એક સયુંકત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામની ઘેરાબંધી કરી ને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નજીક આવતા જોઇ ને ગોળી વરસાવી શરૂ કરી. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ વારંવાર આતંકીઓને આત્મ સમર્પણ કરી દેવાની સુચના આપી હતી.તો પણ આતંકવાદી ઓએ ગોળીબાર ચાલુ રાખતા ૪ આતંકીઓ ઠાર કરાયા હતા. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આમિર શફી, રઈસ આહ ભટ, આકિબ મલિક અને અલ્તાફ અહેમદ વાની, બાતાપોરા શોપિયાં ના રહેવાસી તરીકે થઇ છે.તેઓ થોડા મહિના પહેલા જ આતંકવાદીઓના જૂથમાં જોડાયા હતા. આતંકવાદીઓની લાશોની સાથે સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી ભારે માત્રામાં શસ્ત્રો અને દારૂગોળા પણ કબ્જે કર્યા હતા.અન્ય કોઈ અંતકવાદી ના મૌજૂદગી અંગે પુષ્ટિ કરવા ગામમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.