છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ભારતીય સેનાને વધારે મજબૂત બનાવવા માટે હથિયારોની પૂરજોશમાં ખરીદી ચાલી રહી છે. રક્ષા મંત્રાલયે હવે 4960 મિલાન -2T એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે, જેની કિમત ૧૧૮૮ કરોડ રુપિયા છે. મહત્વની વાત એ છે કે, આ મિસાઈલ્સનુ નિર્માણ ભારતમાં જ અને . ભારતની કંપની તેનુ નિર્માણ કરશે. ફ્રાંસની ડિફેન્સ ફર્મે આ માટે લાઈસન્સ પણ આપી દીધુ છે. મિસાઈલ્સનુ નિર્માણ ભારતમાં જ થવાનુ હોવાથી મેક ઈન ઈન્ડિયા અભિયાનને વધારે વેગ મળશે.