કોરોના રસીકરણનો બીજો તબક્કો ૧-૩-૨૦૨૧થી શરૂ થયો છે.૧૮-૩-૨૦૨૧ સુધી ૩.૦૭ કરોડ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.IRDAI એ આ સંદર્ભે એક નિર્દેશ જારી કર્યો છે. જે લોકો કોરોના વેક્સીન મુકાવતા ડરી રહ્યા છે તે તમામ માટે ખુશી ના સમાચાર એ છે કે કોરોના વેક્સિન મુકાવ્યા પછી, જો સ્વાસ્થ્ય બગડે છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો આવા સંજોગો માં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની તેનો ખર્ચ ઉઠાવશે.