કોરોના ના વધતાં કેસ ને અંકુશ માં લાવવાં અને વધારે ન ફેલાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ AMTS-BRTS બસો બંધ કરી છે.નોકરી ધંધે અને મજૂરી કામ કરતાં લોકો બસ બંધ થતાં અમદાવાદના રીક્ષાવાળાઓ એ ઉઠાવ્યો છે.રીક્ષાવાળાઓ એ ડબલ ભાડૂ વસૂલ્યું.સાંસદ પરિમલ નથવાણીએ AMTS-BRTS સેવાઓ બંધ કરવાના નિર્ણય ને વખોડયો છે. આ મામલે તેઓએ ટ્વીટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે.સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટ્વિટમાં ટેગ કર્યાં છે.કોરોના સમયમાં બધે લૂંટ જ ચાલી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનો ડર લોકોના મનમાં પેસી ગયો છે.