પુરોલિયામાં રેલી દરમિયાન પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સીધો હુમલો કરતા કહ્યું કે ૧૦ વર્ષ તૃષ્ટિકરણ બાદ લોકો પર લાઠી-દંડા ચલાવ્યા બાદ હવે અચાનક બદલાયેલા બદલાયેલા લાગે છે. આ હારનો ડર છે. આ હૃદય પરિવર્તન નથી. આજે પુરુલિયામાં પાણીનું સંકટ બહું મોટી સમસ્યા છે. પાણી ના અભાવે લોકો યોગ્ય ખેતી પણ નથી કરી શકતા મહિલાઓને પણ પાણી માટે દૂર જવું પડે છે.. ટીએમસી સરકાર પુરોલિયાને જળ સંકટ, પલાયન અને ભેદભાવ ભર્યુ શાસન આપ્યું છે,આની ઓળખ દેશના સૌથી પછાત વિસ્તારમાં કરી છે. પરંતુ ભાજપ સરકાર બન્યા બાદ તમામ સમસ્યા નું નિવારણ થસે અને વિકાસ પણ થશે અને જીવન સરળ બનશે.
