ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ ; શ્રેષ્ઠ ફિલ્મ તરીકે “હેલ્લારો”

રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૯ માટે ગઈ કાલે સાંજે એવોર્ડની જાહેરાત કરી હતી, વર્ષ ર૦૧૯ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડસ માં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે “હેલ્લારો” અને હેલ્લારોના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયાને શ્રેષ્ઠ અભિનેતા ( ‘ચાલ જીવી લઇએ’ ફિલ્મ) અને આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતી ચલચિત્રોના વિજેતા થયેલા શ્રેષ્ઠ કલાકાર -કસબીઓને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *