PF બેલેન્સ ને જાણવા માટે EPFO તમને એક UAN નંબર આપે છે. જેના દ્વારા તમે લોગઇન કરીને તમારા PF બેલેન્સની ડિટેઇલ જાણી શકાય છે. ખાતાધારક ઘણીવાર UAN નંબર ભૂલી જાય છે. જો ખાતાધારકનો મોબાઇલ નંબર EPFOના રેકોર્ડમાં છે અને PF ખાતા સાથે લિંક છે , તો માત્ર એક જ મિસ કોલ કરવાથી PF બેલેન્સની ડિટેઇલ મળી જશે. ખાતાધારકે 0૧૧ -૨૨૯૦૧૪૦૬ પર મિસકોલ કરવાનો રહેશે ત્યાર બાદ કોલ કટ થઈ જશે અને ફોનમાં એક મેસેજ આવી જશે જેમાં UAN નંબર અને અન્ય જાણકારીઓ હશે.SMS દ્વારા પણ મોબાઇલ નંબર ૭૭૩૮૨ -૯૯૮૯૯ પર EPFOHOUAN લખીને SMS કરવાથી ખાતાની બધી જ જાણકારી મળી શકશે. EPFOની વેબસાઇટhttps://passbook.epfindia.gov.in/MemberPassBook/Login થી પર લોગઇન કરીને પણ PF બેલેન્સ ની ડિટેઇલ જાણી શકાય છે.. તેના માટે સૌ પ્રથમ UAN અને પાસવર્ડ દ્વારા લોગઇન કરવાનુ રહેશે ત્યારબાદ પાસબૂકમાં જઇને બેલેન્સ જાણી શકાય છે.