ભારત ના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં પંજાબી રિવાજોમાં પભૂતના પગલાં માન્ડ્યા છે. થોડા સમય થી બંને ના લગ્ન ની ચર્ચા ચાલી રહી હતી તે નો અંત આવી ગયો છે.બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધને છુપાવીને રાખ્યા હતા અને મીડિયાની સામે ક્યારેય એક સાથે આવ્યા ન હતા. બુમરાહે બીસીસીઆઈ પાસેથી લગ્ન માટે રજા માંગી હતી. ચાહકો આ સમાચારથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સંજના આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) માં હોસ્ટ કરી રહી છે. એમટીવીના રિયાલિટી શો સ્પિલિટ્સ વિલાથી તેણે ટીવી ડેબ્યૂ કર્યું હતું. સંજના એ આઈપીએલની છેલ્લી સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર પણ રહી હતી. સંજનાએ ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને ૨૦૧૩ માં ફેમિના ગોર્જીયસ ખિતાબ જીત્યો હતો.
