લેભાગુ તત્વો અને નકલખોરો કોરોના ના સંકટ સમય માં લોકો નો લાભ લઈ ને ખૂબ નફા કોરી કરી છે. અત્યારે જ્યારે કોરોના ના સામે રક્ષણ માટે ની વેક્સિન આવી છે ત્યારે એમાં પણ આ લેભાગુ નફાખોરો ગેરફાયદો ઉઠવા નું ચૂકતા નથી. ખુલ્લા બજારમાં નકલી વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકારે આકરા પગલાં લેવા જોઈએ તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.ઈન્ટરપોલે પોતાના ૧૯૪ સદસ્ય દેશોની કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને વૈશ્વિક એલર્ટ આપ્યું છે અને ગુનાહિત નેટવર્કનો સામનો કરવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.ઇન્ટરપોલે ચેતવણી આપાટા કહ્યું છે કે ભારત એક વિશાળ દેશ છે માટે નકલખોરો માટે નકલી કોરોના વેક્સિન ના વેચાણ નું મોટું માર્કેટ બની સકે છે. વેક્સિનેશનના જોખમને લઈ નાગરિકોની સુરક્ષા માટે જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ.