શતાબ્દી એક્સપ્રેસની બોગીમાં આગ

દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી દિલ્હી-હરિદ્વાર શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી. રાયવાલા અને કાંસરો રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન પાટા ઉપર દોડી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આગની સૂચના મળતા જ ડ્રાઈવરે ટ્રેન રોકી ને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.ત્યાર પછી ટ્રેનની બોગી સળગવા લાગી હતી. બોગીમાં આગ લાગતાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા.આ ઘટના ની જાણ થતાં રેલ્વે અને જીઆરપીના અધિકારીઓ હાજર થઈ ગયા.પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોવાનું માનવા માં આવે છે.આ અકસ્માતમાં કોઈ જાનહાનિની થઈ હોવાની ​​માહિતી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *