PM મોદીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા પિંગાલી વેંકૈયા ને ભારત રત્ન અર્પણ કરવા અપીલ

પિંગાલી વેંકૈયાએ ભારતીય ધ્વજની રચના કરી છે. આંધ્રપ્રદેશના વતની પિંગાલી વેંકૈયાએ ૧ એપ્રિલ ૧૯૨૧ ના ​​રોજ વિજયવાડા શહેરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રધ્વજની રચના કરી હતી અને મહાત્મા ગાંધીને મોકલી હતી ,ત્યાર બાદ૨૨ જુલાઈ, ૧૯૪૭ ના રોજ બંધારણ સભાએ પિંગાલી વેંકૈયા દ્વારા રચાયેલ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો. તે રાજ્યના સ્વાતંત્ર્ય સેનાની પણ હતા.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને પિંગાલી વેંકૈયા ને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન આપવાની અપીલ કરી છે.સ્વતંત્રતા દિવસના ૭૫ વર્ષ પૂરા થવા પર કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે ૭૫ માં ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્વર્ગસ્થ પિંગળી વેંકૈયાને ભારત રત્નથી સન્માન આપવું દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે પિંગાલી વેંકૈયા દ્વારા રચાયેલ ધ્વજ એ , સ્વતંત્ર અને સ્વતંત્ર ભારતની ભાવનાનો પર્યાય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *