અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા નહેરૂબ્રીજ બ્રીજ રિપેરિંગનું કામ શરૂ થનાર છે માટે બ્રીજનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજનું નિર્માણ ૧૯૬૨ માં થયું હતું અને હવે ૫૮ વર્ષ બાદ તેનું સમારકામ થવા જઈ રહ્યું છે. ૧૩ માર્ચથી આગામી ૪૫ દિવસ સુધી નહેરૂ બ્રીજ પર વાહનની આવનજાવન રોકી દેવાશે.આ રસ્તો બંધ થતાં વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.ગાંધી બ્રિજ ,એલિસ બ્રીજ અને લો ગાર્ડ્નનો વૈક્લ્પિક રૂટ આપવાામાં આવ્યો છે.