મુકેશ અંબાણીના નિવાસ નજીક એક વાહનમાંથી મળેલા જીલેટીન વિસ્ફોટકોના કેસમાં જેની ભૂમિકા અંગે ચર્ચા છે , તે મુંબઇના આસી.પોલીસ ઇન્સ્પેકટર સચિન વાઝે એક તરફ આગોતરા જામીન માટેની અરજી કરી છે.આ દરમ્યાન સચિન વાઝે વોટસએપ સ્ટેટસમાં એક મેસેજ મૂક્યો છે જેમાં લખ્યું છે કે, ‘ટાઇમ ટુ સે ગુડ બાય ટુ વર્ડ’. થાણેના મનસુખ હિરેન અપમૃત્યુ અંગે સચિન વાઝ પર શંકા છે. પહેલા એવી થિયરી બહાર આવી હતી હતી કે મનસુખ હિરેને આત્મહત્યા કરી છે . પરંતુ બાદમાં તેની હત્યા થઇ હોવાનું સાબિત થયુ છે. સચિન વાઝે સાથે તેઓ સંપર્કમાં હતા. મનસુખ હિરેનની પત્નીએ સચિન વાઝ પર આરોપ મુકયો કે સચિન વાઝના દબાણથી તેના પતિ તણાવમાં હતાં. મનસુખ હિરેન અને સચિન વાઝ વચ્ચે લાંબા સમયથી સંબંધો હોવાનું માનવામાં આવતુ હતું તે દરમ્યાન આજે સવારે વાઝે પોતાના વોટસએપ સ્ટેટસમાં આ લખ્યું. સચિન વાઝે લખ્યું છે કે મારા અધિકારીઓ મને ખોટી રીતે ફસાવી રહ્યા છે, અને ૧૭ વર્ષ પહેલાની ઘટનાનું પુનરાવર્તન થઇ રહ્યું છે. મારી પાસે હવે વધુ ૧૭ વર્ષ નોકરી નથી કે ધીરજ પણ નથી અને હું માનુ છુ કે દુનિયાને અલવીદા કહેવાનો સમય નજીક આવી ગયો છે. વિવાદાસ્પદ પોલીસ અધિકારી ના વોટસએપ સ્ટેટસ થી નવુ રહસ્ય બન્યુ છે.