સસ્તામાં ઘર, પ્રોપર્ટી અથવા કારોબાર માટે કેનેરા બેન્ક મોટી ઓફર લાવી છે. કેનેરા બેન્ક દેશભરમાં ૨૦૦૦ થી પણ વધુ સંપત્તિની ઈ-હરાજી કરવા જઈ રહી છે. અને તેના માટે લોકો ઓનલાઇન બોલી લગાવી શકે છે . કેનેરા બેંકે આ માહીતી ટ્વીટર પર આપી છે. કેનેરા બેન્કની ઈ-હરાજી ૧૬-૩ -૨૧ અને ૨૬-૩-૨૧ થશે. જેમાં એપાર્ટમેન્ટ , ફ્લેટ તથા આવાસીય ઘર, ભવન ,ઓફિસ, ઇન્ડસ્ટ્રીયલ જમીન અને ખાલી સાઈટની હરાજી થશે.બેન્ક તરફથીઆ પ્રોપર્ટી ની સમય અનુસાર ડિફોલ્ટર પાસે રિકવરી માટે મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે.ઈ-હરાજીમાં ભાગ લેવા ઓનલાઇન આવેદન કરવું પડશે અને કેનેરા બેન્કના બ્રાન્ચ પર KYCની પુરી ડીટેલ માટે તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે.