પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા એ ટીએમસીમાં જોડાવાનો નિર્ણય લીધો છે,કોલકાતા ખાતે ટીએમસીના કાર્યાલયમાં જઈને મમતા બેનર્જીની પાર્ટી માં સામેલ થઈ ગયા છે. તે અટલ બિહાર વાજપેયીની સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા છે. ૨૦૧૪ બાદ મોદી સરકારના ટીકાકારો પૈકીના એક છે.યશવંત સિન્હાએ અનેક વખત આર્થિક મામલે મોદી સરકારની ટીકા કરેલી છે. હવે તેઓ ચૂંટણી પ્રચાર કરશે તેવી શક્યતા છે.તેઓ નાણા મંત્રી હતા તે સમયે પણ અનેક વખત પાર્ટી નેતૃત્વની ટીકા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *