ગુજરાત રાજ્ય માં કોરોના ના કેસો ખૂબ વધી રહ્યા છે, ખાસ કરીને અમદાવાદ અને સુરત માં તો ચિંતાજનક પરિસ્થિતી સર્જાઈ છે. નોંધાતા કેસની સંખ્યા ૧૦૦ થી પાર જવા લાગી છે. સુરત શહેરમાં શાળાઓ જતાં ૮૦ થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં જેટલા બાળકોના કોરોના ટેસ્ટ થયા છે તેમાંથી ૮૦ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે.