જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનને ડબલ્યુએચઓ એ આપેલી મંજૂરી

જોન્સન એન્ડ જોન્સન (અમેરિકી દવા કંપની) ની સિંગલ ડોઝ કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી ડબલ્યુએચઓ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ આપી દીધી છે. મંજૂરી મળી ગયા બાદ આ વેક્સિન ,જે દેશ હજુ સુધી વેક્સિનથી વંચિત છે તેવા આંતરરાષ્ટ્રીય કો-વૈક્સ ઝુંબેશ હેઠળ ગરીબ દેશોને સપ્લાય કરવામાં આવી શકે. આ વેક્સિનની ખાસિયત એ છે કે તેમાં બે ને બદલે માત્ર એક જ ડોઝ લેવો પડશે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીની મંજૂરીના એક દિવસ અગાઉ જ ૨૭ દેશોના સંગઠન યુરોપીય સંઘની યુરોપિયન મેડિસિન એજન્સીએ આ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી. ડબલ્યુએચઓના ડાયરેક્ટર ટે્રડ્રોસ અઘનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે હવે આ વેક્સિન સમગ્ર દુનિયાને મળતી થઈ જાય તેવા પ્રયત્ન કરવાના છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય નિયામકે પણ એએ વેક્સિન ને મંજૂરી આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *