દિલ્હીમાં રજુ થયું કેજરીવાલ સરકાર નું દેશભકિત બજેટ

આજે કેજરીવાલ સરકારે દિલ્હીમાં દેશભકિત બજેટ તરીકે રજુ કરીને ૭૫ સપ્તાહ સુધી દેશભકિતના અલગ અલગ કાર્યક્રમો યોજવાની તૈયારી કરી છે. નાયબ મુખ્યમંત્રી અને  નાણામંત્રી મનીષ સીસોદીયાએ પ્રથમ ઇ બજેટ જાહેર કર્યુ છે   અને કહ્યું કે  દિલ્હીમાં ૫૦૦  સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.  તેમણે જણાવ્યુ કે ૨૦૪૭  માં દિલ્હીની જનસંખ્યા ૩.૨૮ કરોડ ની થશે.આજનુ બજેટ આગામી ૨૫ વર્ષ સુધીની દિલ્હીની કલ્પના કરીને બજેટ તૈયાર કર્યુ છે.  આ ઉજવણી માં  શહીદ ભગતસિંહથી લઇ ડો. બાબાસાહેબ આંબેડકર સુધીના મહાનુભાવોને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમ  કરવામાં આવશે. આ  માટે  રૂ.૧૦  કરોડનું બજેટ ફાળવ્યુ છે.નાણામંત્રી સીસોદીયાએ જાહેર કર્યુ  છે  કે દિલ્હીમાં લોકો માટેની યોજનાઓમાં બજેટના  ૫૫ %  રકમ ખર્ચાશે. દિલ્હી સરકારનું  ૨૦૨૧-૨૨  બજેટ  ૬૯૦૦૦ કરોડ નું  રજૂ કર્યું છે.. સરકારી ખર્ચ ૪૫   % રહેશે. દિલ્હીમાં સરકારી હોસ્પીટલોમાં દરેક નાગરીકને હેલ્થ કાર્ડ, તમામ માટે મફત કોરોના વેકસીન, એક સૈનીક સ્કુલ ,  મહીલા મોહલ્લા કલીનીક અને દરેક સ્કુલોમાં દેશભકિતનો એક પીરીયડ રાખવામાં આવશે.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *