ખેતી બેંક માં ૨ કરોડ ના કૌભાંડ ના સંદર્ભ માં કારકૂન , મેનેજર ની સામે ફરીયાદ નોંધાઇ

તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે આવેલી ખેતી બેંક ના પૂર્વ મેનેજર અને કારકૂન નુ એક મોટુ કારસ્તાન બહાર આવ્યુ છે.તેઓ એ ૨ કરોડ નુ કૌભાંડ કરેલુ છે. ખેતી બેંકના પૂર્વ મેનેજર સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા અને કારકુન દિપકરામ જુગતરામ ભટ્ટ એ ૨૦૧૪ થી ૨૦૨૦ દરમિયાન  ખેડૂતોએ લોન ભરપાઈ પેટે જમા કરાવેલા બે કરોડ રૂપિયા ( ૨, ૦૪,૨૧,૯૯૭) બેંકમાં જમા નહીં કરાવી બારોબાર અંગત ગણી  વાપરી નાંંખ્યા અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છેેે.  આ  રકમ બેંકમાં જમા થઈ ગઈ છે, તેવા ખોટા પ્રમાણપત્રો અને દાખલાઓ સહી સિક્કા અને નો ડ્યૂ સર્ટીફિકેટ વગેરે બનાવી લીધા હતા . ખેતી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિરમજી પ્રતાપજી ઠાકોર એ જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આ બાબતેે  ફરિયાદ  નોંંધાવી છે. ફરિયાદના અનુસંધાને સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે. બેન્કમાંથી જરૂરી સાહિત્ય એકત્ર કરી પોલીસે આગળ ની તપાસ  હાથ ધરી છેેે અનેે ધરપકડ  કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *