ભારત નાં વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી આજે સમગ્ર દુનિયામાંજાણીતા બની ગયા છે. જે રીતે તેમના નેતૃત્વમાં ભારત પ્રગતી કરી રહ્યુ છે, તેનાથી આખુ વિશ્વ પ્ર્ર્ર્ર્રભાવિત થયુ છેે અને તેે માટે તેઓને એક વધુ આંતરરાષ્ટ્રીય સન્માન મળવા જઈ રહ્યુ છે. આગામી અઠવાડીયે એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન દરમિયાન વડાપ્રધાન સેરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ નેતૃત્વ પુરસ્કારથી ઉર્જા અને પર્યાવરણમાં સ્થિરતા પ્રત્યે કટિબદ્ધતા દર્શાવવા માટે સન્માનિત કરવામાં આવશે. આ ૩૯મા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી મુખ્ય ભાષણ પણ આપશે.
સંમેલનમાં મુખ્ય વક્તાઓમાં અમેરિકી રાજદૂત જોન કેરી, બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ અને બેકથ્રુ એનર્જીના સંસ્થાપક બિલ ગેટ્સ અને સઉદી અરામકોના સીઈઓ અમીન નાસર પણ શામેલ થશે