YouTube હંમેશા પોતાના યૂઝર્સના અનુભવને સારો કરવાનો પ્રયાસ કરતુ રહે છે તેને એક ખાસ ફીચરનું એલાન કર્યુ છે કે તે હવે એક એવુ ફીચર લાવી રહી છે જેનાથી માતા-પિતાઓને બાળકો માટે રિસ્ટ્રિકશન લગાવી શકે છે.મેનેજમેન્ટના ડિરેક્ટર જેમ્સ બેસરે કહ્યું કે અમે માતાપિતા અને મોટા બાળકો પાસેથી સાંભળવા મલ્યુ છે કે બાળકોની જુદી જુદી જરૂરિયાતો હોય છે, જે અમારા ઉત્પાદન દ્વારા પૂરી કરવામાં નથી આવી.
આ કંપનીએ એક બ્લોગમાં કહ્યું છે કે શરૂમાં તે બીટા ટેસ્ટર માટે રજૂ કરવામાં આવશે અને માતા-પિતા માટે તેમના નિરીક્ષણ Google એકાઉન્ટ દ્વારા માતા-પિતાને તેમના બાળકોના YouTube એકાઉન્ટ્સની એક્સેસ હશે અને તેમના બાળકો શું જોઈ શકે છે તે અંગે પ્રતિબંધ લાગાવી શકશે.આ નવી સુવિધા માટે કંપની ત્રણ અલગ અલગ સેટિંગ્સ રજૂ કરશે અને નિરીક્ષિત ગૂગલ એકાઉન્ટ સમાયોજિત કરવા માટે માતા-પિતાને આ ત્રણ સેટિંગ્સ આપશે.