કોરોનાનું સંક્રમણ વધ્યું શાળાઓ ખુલતા જ ડીસાની પ્રાથમિક શાળામાં 9 બાળકો અને ૨ શિક્ષકો થયા સંક્રમિત

ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં એક તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ચર્ચા છે અને જ્યારે બીજી તરફ સરકાર દ્વારા શાળાના અમુક વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. પણ ત્યારે ડીસામાં કોરોનાએ ફરી વકરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. એને લીધે ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ બધાં વચ્ચે મચ્યો છે.

અને શાળાઓ ખુલતાજ કોરોના સંક્રમણ વધ્યું છે. આ કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે, આ કારણે થતાંજ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

આ વૈશ્વિક કોરોના કાળને લઈ ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ હતું પણ દિવાળી બાદ રાજ્યમાં કોરોના અંકુશમાં આવતા સરકાર દ્રારા સ્કૂલોમાં તબક્કા વાર શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહી છે જેમાં અગાઉ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ  શરૂ કર્યા બાદ ગુરુવાર (આજ)થી પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ધો.૬ થી ૮ માં નોંધાયેલા વિદ્યાર્થીઓના શિક્ષણ શરૂ કરવામાં આવશે.

આ રાજ્ય સરકારે મહત્વની ગાઈડલાઈન જાહેર કર્યા બાદ સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી છે.એ પરંતુ શાળાઓ ખુલતાજ કોરોના સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે,અને બીજી તરફ શાળામાં ૧૧ લોકો કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ગભરાટ જોવા મળી છે.અને બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકઠી થઇ રહેલી ભીડના કારણે કોરોના ફરી માથું ઉંચકે તેવી સ્થિતિ ઉભી થઇ રઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *