ઉપરાજ્યપાલ પદથી હટાવ્યા બાદ કિરણ બેદીએ કર્યું ટ્વીટ કરી વ્યક્ત કર્યો આભાર.

પુડુચેરીમાં સરકારમાંથી કોંગ્રેસના રાજીનામા બાદ સર્જાયેલી રાજકિય સંકટની સ્થિતિ વચ્ચે ઉપરાજ્યપાલ કિરણ બેદીને મંગળવારે રાત્રે અચાનક તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા. એ બાદ બુધવારે સવારે તેમણે ટ્વીટ કરી આભાર વ્યક્ત કર્યો.

તેમણે એક પત્ર ટ્વીટ કરતા લખ્યું કે પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે મારા અનુભવ માટે હું ભારત સરકારની આભારી રહીશ. હું તે સૌનો આભાર માનું છું જેમણે મારી સાથે કામ કર્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું. કે મારા આ કાર્યકાળ દરમિયાન રાજનિવાસની ટીમે પુરી ધગશથી લોકહિત માટે રામ કર્યું છે. પુડુચેરીનું ખુબ ઉજ્જવળ ભવિષ્ય છે. આ હવે લોકોના હાથમાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *