ભારત ના અમૃતસર અને દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત શુક્રવારે રાતે ૬.૧ની તિવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઊઠયા હતા. અને અગાઉ તજાકિસ્તાનમાં ૬.૩ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એના થોડાક જ સમયમાં ઉત્તર ભારત પણ ભૂકંપથી ધ્રુજી ઊઠયું હતું તેમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું.
અહી દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ,તથા જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અને ઉત્તર ભારતમાં ૬.૧ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો હચમચી ઊઠીયા હતા.પણ આ વિસ્તારમાં હાઈરાઈઝ ઈમારતોમાં રહેતા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા, પંજાબના અટારી સહિત કેટલાક વિસ્તારોમાં ઘરની દિવાલોમાં તિરાડ પડવા જેવી અસરો જોવા મળી હતી,પણ ભૂકંપના કારણે જાનહાની અથવા મિલકતને નુકસાનના થયા એવા કોઈ સમાચાર નથી મળ્યા.
અને ભૂકંપના આંચકા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આપડા પડોશી દેશ પાકિસ્તાન – અફઘાનિસ્તાનમાં પણ અનુભવાયા છે. પાકિસ્તાનમાં ભૂકંપની તિવ્રતા ૬.૪ નોંધાઈ ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાજિકિસ્તાનમાં હતું, જ્યાં તિવ્રતા ૬.૩ હોવાનું જણાયું હતું અને તે જમીનથી ૮૦ કિ.મી. નીચે હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ તાજિકિસ્તાનમાં ભારત સમય મુજબ રાતે ૧૦.૩૧ વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને થોડાક સમય પછી ૧૦.૩૪ વાગ્યે બીજા ભૂકંપનો આંચકો પણ અનુભવાયો હતો, તેનું કેન્દ્રબિંદુ પંજાબના અમૃતસરમાં જમીનથી ૧૦ કિ.મી. નીચે જોવા માળિયું હતું.