અહી ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ એવી ફરિયાદ કરી છેકે,અમદાવાદ શહેર નજીક આવેલાં એક ફાર્મહાઉસમાં દસ અપક્ષ ઉમેદવારોને પોલીસ પહેરા હેઠળ બંધક બનાવાયાં છે.અને અમદાવાદ શહેરમાં ચૂંટણી જીતવા ભાજપે રાજકીય કાવાદાવા શરૂ કર્યા છે. એટલું જ નહી,ભાજપના ઇશારે પોલીસ ખુદ મેદાને પડી છે તેવો આક્ષેપ કરતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ એવી ફરિયાદ કરી છેકે, દરિયાપુર વોર્ડમાં અપક્ષોને ખુદ પોલીસ અને અસામાજીક તત્વોએ જ ધમકીઓ આપી ઉમેદવારી કરાવી છે.
એટલું જ નહીં મતોનુ ધુવિકરણ થાય તે માટે અપક્ષોને ચૂંટણી મેદાને ઉભા રાખ્યાં અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે અપક્ષો ઉમેદવારી ફોર્મ પાછા ન ખેચેં તે માટે પણ પોલીસ જ ધમકીઓ આપી છે. જણાવી દઈએ કે, અમદાવાદ નજીક એક ફાર્મહાઉસમાં દસ અપક્ષ ઉમેદવારોને પોલીસ પહેરા હેઠળ બંધક બનાવાયા છે જેથી તેઓ ફોર્મ પાછા ખેંચી શકે નહીં. ભાજપના ઇશારે પોલીસ ખુદ આવા રાજકીય કાવતરાં કરી રહી છે.
અને કોંગ્રેસે પંચને એવી રજૂઆત કરી છે કે, લોકશાહીમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા અબંધારણિય કૃત્યો તાકીદે રોકવામાં આવે છે. ઉમેદવારો નિર્ભય રીતે પ્રચાર કરી શકે,અને મતદારો મુક્તમને મતદાન કરી શકે તે માટે અમદાવાદ પોલીસને નિર્દેશ કરવામાં આવે.અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૧૬ ફોર્મ પરત ખેચાયાં હતાં. અને કુલ મળીને ૬૦૭ ઉમેદવારો ચૂંટણી મેદાને રહ્યા હતાં.