પેટ્રોલ-ડીઝલના વધતાં ભડકે ભાવ માં મુંબઈમાં પેટ્રોલ રૂ.૯૪ એ નજીક પહોચીઉ..

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ૬૦ ડોલરને પાર, મુંબઇમાં એક લિટર ડીઝલનો ભાવ રૂ. ૮૪.૩૬ અને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૮૪.૫૭ અને ડીઝલનો રૂ. ૮૩.૪૩એ પહોંચી ગયો છે..

અહી ૩ દિવસના વિરામ પછી આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવતા ફરીથી નવી ટોચે પહોંચી ગયા છે. આપણાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર આજે એક લિટર પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો.

અને આજના ભાવ વધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૮૭.૩૦ રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને ૭૭.૪૮ રૂપિયા થઇ ગયો છે અને મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૩.૮૩ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૪.૩૬ રૂપિયા થઇ ગયો છે.

જણાવી દઇએ છે કે ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા એક વર્ષમાં પહેલી વાર ક્રૂડનો ભાવ ૬૦ ડોલરને પાર થયો છે. જાણવા છતાં સમગ્ર વિશ્વમાં કોરોના સામેનું રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવતા અને માગ વધતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યાં છે.

અહી તેમને જણાવતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૫% થી ૩૦% જ પડતર હોય છે બાકીની રકમ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયુટી, રાજ્ય સરકારનો વેટ અને પેટ્રોલ પંપનું કમિશન હોય અને દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૩૧.૮૩ રૂપિયા એક્સાઇઝ ડયુટી, ૧૦.૯૯ રૂપિયા વેટ વસૂલવામાં આવે છે.અને  માર્ચની મધ્યથી અત્યાર સુધીમાં એક લિટર પેટ્રોલમાં ૧૭.૭૧ રૂપિયાનો વધારો થયો છે ત્યારે ડીઝલમાં ૧૫.૧૯ રૂપિયાનો વધારો થયો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *