આપણાં ગુજરાતના ૬ મહાનગરોની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે.અને ભાજપ તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને કોંગ્રેસે પણ મહદ અંશે તમામ ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે તે બાદ બાકીના ઉમેદવારોને સીધા મેન્ડેટ મોકલી દેવાનું નક્કી કર્યું હતું.અને યાદીની જાહેરાત સાથે જ બન્ને પક્ષમાં કકળાટ છે તેવું. જો કે ઉમદેવારોની પસંદગી થાય ત્યારે કકળાટ થવાની વાત કોઈપણ પક્ષ થવાની તેમાંય ખાસ કરીને જે મુખ્યપક્ષ હોય તેમાં તો કકળાટ ન થાય તો જ સૌને આશ્ચર્ય થાય.
અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉમેદવારોનો જે ક્રાઈટેરિયા જાહેર કરેલો ત્યારે જ પક્ષમાં નારાજગી જોવા મળી હતી. તે જો કે તમામ ૫૭૬ ઉમેદવારોના નામો જાહેર થયા પછી તેવું ચિત્ર ઉપસ્યુ છે કે અમુક વધુ બનાવોમાં આ ગાઈડલાઈન કે ક્રાઈટેરિયાનું પાલન થયું ન હોવાની વાત ઉડી રહી છે. અમુક સ્થળે જે તે વોર્ડ બહારના ઉમેદવારોને મૂકવા પડયા છે તેને કારણે સ્થાનિક કાર્યકરોને વિરોધીનાં શુર સાથે મેદાનમાં ઉતરવું પડયુ.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ૬ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપતા પહેલા એવી જાહેરાત કરી હતી કે ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને સતત ૩ વખત ચૂંટાયેલા આગેવાનોને ટિકિટ નહિ મળે. કોઈ ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય કે તેના કોઈ સગાને ટિકિટ અપાશે નહિં. સંગઠનના મહત્વનો હોદ્દો ધરાવનારાને ટિકિટ નહિં મળે અને કોઈ કિસ્સામાં ટિકિટની ફાળવણી થશે તો તે ઉમેદવારે પોતાનો સંગઠનનો હોદ્દો છોડી દેવો પડશે.
બાકી તો રામજન્મભૂમિ મંદિર માટે કેટલો ફાળો આપ્યો તે વાત પણ ઉમેદવારોને પોતાના માટે ટિકિટ માગતી અરજીમાં દર્શાવાયું હતું. અંતે ગુરૂવારે ભાજપના તમામ છ નગરપાલિકાના ઉમેદવારોને લિસ્ટ જાહેર થયું. હવે આ ૬ મહાનગરો પૈકી અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અને જામનગરમાં તો ઉમેદવારોની પસંદગી સામેનો વિરોધ કાર્યકરોએ જાહેરમાં આવીને વ્યક્ત કર્યો છે અને તેના પડઘા અને પડછંદા પડઘા પડ્યા છે કે, મોવડીઓને ડેમેજ કંટ્રોલ માટે દોડવું પડ્યું છે. આ એક ચિત્ર છે તેમ કહી શકાય હવે મોટા ભાગના કિસ્સાઓમાં ભાજપના સંસદીય બોર્ડે તેના ક્રાઈટેરિયાનું પાલન કર્યું છે.