બોલીવુડ કોમેડીયન અભિનેતા શરમન જોશીના પિતા અને ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા અરવિંદ જોશીનું વહેલી સવારે કાર્ડિયાક એટેકનાં કારણે મુંબઈ ખાતે નિધન થયું છે. તેેમના અંતિમ દર્શન અને ક્રિયા એમનાં નિવાસ મુંબઈ સ્થાનથી સવારે મુંબઇનાં પાર્લા પવન હંસ સ્મશાન ખાતે કરવામાં આવશે.
તમને જણાઈ દઇએ કે, અરવિંદ જોશી એક અભિનેતા અને સહાયક દિગ્દર્શક હતા અને ગુજરાતી ફિલ્મો ઉપરાંત શોલે (૧૯૭૫), ઇત્તેફાક (૧૯૬૯) અને અપમાન કી આગ (૧૯૯૦) જેવી હિન્દી ફિલ્મો માટે પણ તેઓ જાણીતા છે. બોલિવૂડ એક્ટર પ્રવિણ જોશીના તેઓ મોટા ભાઇ છે અને બોલિવૂડ એક્ટર શરમન જોશી અને બોલિવૂડ એક્ટ્રેસ માનસી જોશી રોયના પિતા છે. પ્રખ્યાત ગુજરાતી થિયેટર અભિનેતા જોશી ફિલ્મો કરતા થિયેટરમાં કામ કરવા માટે વધુ જાણીતા છે.