૩ દિવસના અંતે ૪ ફેબુ્રઆરીએ છ મનપાના ઉમેદવારોના નામોની જાહેરાત થશે.
આજ ના ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે અને જેમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર વાગશે.અને છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપમાં નિરીક્ષક કક્ષાએ પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને ભાજપને પેનલ સાથે રિપોર્ટ પરત કર્યો.
અને ભાજપ મહાનગર પાલિકાના ઉમેદવારો જાહેર કર્યા બાદ જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ પર લેવાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સભ્યો ઉમેદવારોના નામ-વિચારણા કરાશે અને રાજકીય – સામાજીક સમીકરણો ઉપરાંત અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી જીતી શકે તેવા ઉમેદવારોના નામ પસંદ કરાશે. અને ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી હવે સતત ૩ દિવસ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મેરેથોન બેઠક નો દોર ચાલાવશે.
આ સમયે ભાજપ ના જાણે સગાવાદ ઉભરાયો છે.સિટીગ ધારાસભ્યોથી માંડીને સિટીગ કોર્પોરેટરોએ પત્નિ-પુત્રી અને પુત્ર માટે ટીકીટો માંગી રહ્યા છે.અને અત્યારે તો કોની લોટરી લાગશે અને કોનુ પત્તુ કપાશે તે અંગે કાર્યકરો-નેતાઓની નજર કમલમ પર મંડાઇ છે.અને ટીકીટ માટે એડીચોટીનુ જોર લગાવાઇ રહ્યુ છે અને અત્યાર સુધી તો પ્રદેશ નેતાઓએ એવો નિણ્ય કર્યો છેકે, રાજકીય વગના જોરે ટીકીટ નહી મળે પણ તેનો અમલ થશે કે કેમ એ અહિ સવાલ ઉઠયો છે.
આમ છતાં નદીપારના ૧૪ વોર્ડ ઉમેદવારોની યાદી જાહેર કરાશે એ પહેલાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ જ યાદી ઉપર અંતિમ મહોર મારશે એમ ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.