આપણા ભારતીય શેરબજારની સત્રમાં સ્થિતિ (૯:૩૫ ક્લાકે)
બજાર સૂચકઆંક વૃદ્ધિ
સેન્સેક્સ ૫૦,૦૯૪.૬૩ +૩૦૨.૫૧
નિફટી ૧૪,૭૩૫.૭૦ +૯૧.૦૦
સેન્સેક્સ પ્રથમ વાર ૫૦ હજાર કરતા ઉપરની સપાટીએ પહોચી રહ્યો છે. અને નિફટી પણ એની સાથે આગળ વધી રહ્યો છે. આનુ કારણ એ છે કે યુએસમાં નવા રાષ્ટ્રપતિ શ્રી જો. બીડેનની શપથ ગ્રહણ બાદ વૈશ્વિક બજારો સાથે આપણા ભારતીય શેર બજાર નો રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.
આજના બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સ,એસબીઆઇ કાર્ડ્સ, બાયોકોણ,બંધન બેંક, ઇન્ફોસિસ અને સાયન્ટ સહિતની કંપનીઓના પરિણામ જાહેર થશે અને બજાર પાર સારી અસર એવી દેખાઈ રહી છે.
આજે સેન્સેક્સ ૫૦ હજાર ઉપર ખુલ્યા બાદ ૫૦,૧૨૬.૭૩ સુધીના ઉપલા સ્તરે નોંધાયો છે,અને જયારે નિફટી ૧૪,૭૩૬.૬૫ સુધી પહોંચ્યો હતો. અને હાલ ના સ્તરમા બજાર તેજી સાથે ખુલ્યા બાદ આગળ વધી રહ્યો છે.