સોમનાથ હિંદુ ધર્મમાં રંગોના તહેવાર હોળીનું વિશેષ મહત્વ રહેલું છે. બે દિવસીય હોળી-ધૂળેટીના પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે વિશેષ આયોજન કરીને હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આરતી વેળા સોમનાથ દાદાને રંગો અને ફૂલોથી રંગીને હોળી ઉજવવામાં આવી હતી. આ દાર્શનિક પળોનો ભક્તોએ નયનોથી લાહવો લઈને જિંદગીને ધન્ય બનાવ હતી.
સોમનાથ દાદાના સાનિધ્યમાં હોળીની ઉજવણીમાં ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા. આરતી સમયે દાદાને આરતી સાથે અબીલગુલાલ સહિત રંગોથી હોળી રમાડીને આરતી કરવામાં આવી હતી. તો ભક્તો પણ ભક્તિના રંગે એવા રંગાયા હતા કે ઉત્સાહમાં તરબોળ થઈને રંગો ઉછાળતા જોવા મળ્યા હતા.