સુશાંત સિંહ રાજપૂતના કેસમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) માં ડ્રગ્સનો એંગલ આવ્યા બાદ તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવી રહ્યા છે. મળેલ માહિતી અનુસાર, રિયા ચક્રવર્તી ધીમે ધીમે NCB ની પૂછપરછમાં તેણે માત્ર પોતે જ ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું જ નથી પરંતુ બોલિવૂડની અનેક મોટી હસ્તીઓના પણ નામ આપ્યા છે જે ડ્રગ્સ લેવામાં સામેલ હતા.
રિયા ચક્રવર્તીની NCB દ્વારા કરવામાં આવેલ પૂછપરછના 3 દિવસમાં ધીમેધીમે બોલીવુડમાં ફેલાયેલ ડ્રગ્સની કડીઓ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં માત્ર ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું જ નથી કે પરંતુ 25 અન્ય બોલિવૂડ હસ્તીઓના નામ પણ આપ્યા છે, જે ડ્રગ્સ લેવામાં સામેલ હતા.
રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીના મોબાઇલ ફોન અને લેપટોપની ફોરેન્સિક તપાસમાં ખુલાસો થયો છે કે રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક 2017 થી આ ડ્રગ્સની રમતમાં સામેલ હતા. આ ડિવાઇસીસથી ઘણા બધા ફોન કોલ્સ, ચેટ્સ અને મેસેજીસ પરથી ખબર પડે છે કે રિયા સતત ડ્રગ્સ ખરીદવા અને ડ્રગ્સ સપ્લાયર્સ સાથે સતત સંપર્કમાં રહેતી હતી. રિયાએ પહેલાં પણ તપાસમાં સ્વીકાર્યું હતું કે તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યું હતું.
NCB રિયા ચક્રવર્તીની પૂછપરચ્છ કરી રહ્યું છે. આ પહેલા રિયાએ કહ્યું હતું કે તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યું હતું પરંતુ તેણે તેનો ઉપયોગ ક્યારેય કર્યો નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે રિયાએ કબૂલ્યું છે કે તેણે ડ્રગ્સ લીધું હતું અને સુશાંતસિંહ રાજપૂતે તેને દબાણ કર્યું હતું. રિયા સિવાય શૌવિક, સેમ્યુઅલ અને દિપેશે પણ સ્વીકાર્યું છે કે તેઓએ સુશાંત માટે દવાઓ ખરીદી હતી.